Bhalwool
Bhalwool
Products
Notes
Welcome to Bhalwool

ભાલનળકાંઠા પ્રયોગના પ્રણેતા :

ગાંધી-વિચારના રંગે રંગાયેલા સેવકોએ દેશભરમાં સ્વરાજની લડત દરમિયાન ઠેર ઠેર રચનાત્મક કામોનાં થાણાં નાખીને દેશનું નવનિર્માણ કરવાનું કામ હાથ ધૃયું. ગાંધી પરંપરાના જૈન મુનિશ્રી સંતબાલજીએ સંતબાલજીએ આજથી પાંચ દાયકા પહેલાં ૧૯૩૭ માં ગાંધપ્રયોગોના અનુસંધાનમાં ભાલનળકાંઠા પ્રદેશને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને ગાંધી ચીંધ્યા માર્ગે ધર્મદ્રષ્ટિએ સમાજરચનાનો પ્રયોગ આરંભ્યો. દસેક વર્ષના અનુભવ પરથી આ પ્રદેશમાં કાયમી ધોરણે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ર્આિથક વિકાસની પ્રવૃત્તિઓ ગોઠવવાની જરૂરિયાત મુનિશ્રીને વરતાઈ, અને ભાલનળકાંઠા પ્રદેશને પ્રયોગભૂમિ તરીકે પસંદ કર્યો. ગાંધીજી જેન અહિંસકસમાજરચનાકહેતા હતા તે વિચારને પાયામાં રાખીને મુનીશ્રીએ ધર્મદ્રષ્ટિએ સમાજરચનાના પ્રયોગનું સપનું સેવ્યું.

ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની રચના :

આ વિચવારને સાકાર કરવા ૧૯૪૭માં મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના કરવામાં આવી. માનવજીવનને સ્પર્શતાં બધાં પાસાંમાં અભિનવ ક્રાંતિ કરવાનો આ પ્રયોગ છે. એ કાળનાં ગામડાં ભયંકર શોષણ, અન્યાય, અજ્ઞાન, વહેમ, કુસંપ, દુર્વ્યસનો, દુષ્કાળ, રોગચાળો ચોરી, લૂંટફાટ, કુરુઢિઓ અને કુસંસ્કારો વચ્ચે ઘેરાયેલાં હતાં. મૂડીવાદી અને જમીનદારી સ્થાપિત હિતોની જબરદસ્ત પકડમાં ગામડાં જકડાયેલાં હતાં. એમાંથી નવઘડતર કરવાનું હતું. એમાંથી વિકાસ સાધવાનો હતો. લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ હતું. પરંતુ મુનિશ્રીનું સતત ને સક્રિય માર્ગદર્શન, સંઘનું સ્નેહસભર ને સ્વયંશિસ્ત્થી રચાયેલું સંગઠન, તેમજ સંઘના સેવકોની નિષ્ઠા જાગૃતિ અને ધગશભરી સેવાથી કાંટાળી ક ેડીઓ વચ્ચે માર્ગ કંડારાતો ગયો અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ પાંગરવા માંડી.

Read More...